સ્માર્ટ સીટી સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જુઓ કયા વિસ્તારમાં પાણી ભરાયા

surties

થોડા દિવસના આરામ બાદ મેઘરાજા સુરતમાં ફરી એક વાર મેઘરાજા ની એન્ટ્રી પડી છે. માહિતી એવી પણ સામે આવી રહી છે કે આગામી 36 કલાકમાં ગુજરાત રાજ્ય ભારે વરસાદની આગાહી છે.

સ્માર્ટ સીટી સુરતમાં આજ વહેલી સવારથી જ ધમાકેદાર વરસાદની શરૂઆત થઇ ચુકી છે ને વાતાવરણ માં અચાનક પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ મેઘરાજાની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હાલ આગામી દિવસોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરત શહેરના પાલ, અડાજણ, રાંદેર, રિંગરોડ વેસુ વરાછા સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરૂ થયો હતો. ઘરેથી કામકાજ માટે બહાર નીકળતા લોકો રેઈનકોટઅને છત્રી લઈને બહાર નીકળતા દેખાયા.

સુરત શહેરમાં વહેલી સવારથી જ વીજળીના કડાકા સાથે વરસાદ ત્રાટકી પડ્યો છે. વરસાદ પડતાની સાથે જ શહેરના કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.