સિદ્ધાર્થ શુક્લા બાદ હવે આ સિંગર…? શહનાઝ ગિલની નવી તસવીર જોઈ સૌ ચોંકી ગયા

surties

શહેનાઝ ગિલ , બોલીવુડ અને ટીવી જગતમાં ખુબજ ચર્ચિત અને જાણીતું નામ છે. બિગ બોસ 13માં પોતાના કોમિક ટાઈમિંગથી દરેકના દિલની ધડકન કરનાર શહનાઝ ગિલ આજે તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. તાજેતરમાં, શહનાઝ ગીલે તેના નવા પ્રોજેક્ટની જાહેરાત કરતી વખતે દર્શકોને એક સંકેત આપ્યો છે. ટૂંક સમયમાં શહનાઝ ગિલ એમટીવી હસલ વિનર પર એમસી સ્ક્વેર સાથે જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by MC SQUARE/LAMBARDAR (@mcsquare7000)

શહનાઝ ગિલે હાલમાં જ એમસી સ્ક્વાયર સાથે એક તસવીર પોસ્ટ કરી છે જેમાં આ બંને સ્ટાર્સ સ્ટુડિયોમાં ઉભા જોવા મળે છે. જ્યારે શહનાઝ કેમેરા સામે સ્માઈલ કરી રહી છે, ત્યારે MC સ્ક્વેર સ્ટુડિયો તરફ ઈશારો કરીને તેના નવા પ્રોજેક્ટ માટે ઉત્સાહ બતાવે છે. આ આગામી પ્રોજેક્ટની જાહેરાત કરતાં, MC Squareએ કૅપ્શનમાં લખ્યું – What’s Cooking ???

surties

શહેનાઝ ગિલ ડાયલોગ્સથી લઈને તેના ગીતો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતા જોવા મળે છે. લાંબા સમયથી, શહનાઝ ગિલનો કોઈ ડાયલોગ કે ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થયો નથી. શહનાઝ ગિલના આગામી પ્રોજેક્ટની જાહેરાત સાંભળીને તેના ચાહકો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.