પોપ્યુલર ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો માત્ર પોતાનો અલગ ચાહક વર્ગ જ નથી, પરંતુ તેના નામે અનેક સફળતાના રેકોર્ડ છે. અહીં માત્ર એક પાત્ર જ નહીં પરંતુ દરેક પાત્રનું પોત પોતાનું મહત્વ હોય. તારક મહેતાનું તેવું જ એક પાત્ર એટલે અય્યર (તનુજ મહાશબ્દે). તાજેતરમાં મળેલા અહેવાલો અને માહિતી મુજબ કે 42 વર્ષની ઉંમરે તનુજે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. તે લાંબા સમયથી તેની ગર્લફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં હતો અને હવે લગ્ન કરવા જઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, તનુજની રિયલ લાઈફની પત્ની તેની રીલ લાઈફની પત્ની એટલે કે મુનમુન દત્તા કરતાં પણ વધુ સુંદર છે.’કૃષ્ણન સુબ્રમણ્યમ અય્યર’નું પાત્ર ભજવનાર તનુજ મહાશબ્દે નવા વર્ષની શરૂઆતમાં લગ્ન કરી શકે છે. જો કે આ પહેલા પણ ઘણી વખત મુનમુન અને તનુજના સંબંધોને લઈને સમાચારો અને અટકળો આવી ચુકી છે, પરંતુ બંનેએ આ અંગે ક્યારેય સ્પષ્ટ કંઈ કહ્યું નથી.
જોકે, એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે મુનમુનને આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે તમામ અટકળોને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તે ખૂબ જ પ્રોફેશનલ છે અને કામ કર્યા બાદ અમે ભાગ્યે જ ક્યારેય સાથે સમય વિતાવ્યો છે. તમને જણાવી દઈએ કે શોમાં ‘ક્રિષ્નન સુબ્રમણ્યમ ઐયર’ અને ‘બબીતા જી’ની જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
Leave a Reply
View Comments