આ સોશીયલ મીડીયા ના જમાનામાં અવાર નવાર અનેક વિડીયો વાયરલ થતાં રહેતા હોઈ છે અને હાલ લગ્ન પ્રસંગ ની સીઝન ચાલી રહી છે તેવામાં લગ્નના અનેક રમુજી વિડીયો વાયરાલ થઈ રહ્યાં છે.
તેવો જ એક વિડીયો હાલ મહારાષ્ટ્રના સોલાપુરથી સામે આવ્યો છે. આ લગ્નમાં બે દુલ્હન છે, પરંતુ વર એકલો છે. બંને વહુઓએ એક જ મંડપમાં એકસાથે વરરાજાને માળા પહેરાવી અને સાત જન્મોના અતૂટ બંધનમાં બંધાઈ ગયા. એક જ વર સાથે બે બહેનોના લગ્ન સામે હવે કલમ 494 હેઠળ નોન-કોગ્નિઝેબલ ગુનો નોંધવામાં આવ્યો છે. આ અનોખા લગ્નનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક આ લગ્નનો વિરોધ કરી રહ્યા છે તો કેટલાક તેની મજાક ઉડાવી રહ્યા છે.
ये माया नगरी है, यहां कुछ भी संभव है. मुंबई में जुड़वा बहनों ने एक ही मंडप में की एक ही व्यक्ति से शादी. शादी का वीडियो इस समय सोशल मीडिया में धूम मचा रहा है. pic.twitter.com/YMjFyOQVZz
— सौरभ सिंह (@jsaurabhsingh) December 4, 2022
જોડિયા બહેનોના પિતાનું લગ્ન પહેલા જ અવસાન થયું હતું. ઘણા સમયથી આ બંને બહેનો તેમની માતા સાથે રહેતી હતી. આખરે લગ્ન બાદ બંને બહેનોએ પોતાના પતિ સાથે માતાના ઘરે રહેવાનું નક્કી કર્યું છે.
આ લગ્ન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા છે. લોકો આ વિડીયો ને ટ્વિટ અને રિટ્વીટ કરી રહ્યા છે અને વિવિધ કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક આ લગ્નને અનૈતિક ગણાવી રહ્યા છે તો કેટલાક પૂછી રહ્યા છે કે તેમાં ખોટું શું છે. જો કોઈ તેનો વિરોધ કરી રહ્યું છે તો મોટી સંખ્યામાં લોકો પણ આ લગ્નના સમર્થનમાં છે. જો કે લગ્ન પછી વર અને વર બંનેને કોઈ ફરક પડતો નથી અને ત્રણેય મળીને જીવનના નવા તબક્કા તરફ આગળ વધ્યા છે.
Leave a Reply
View Comments