લગ્ન બાબતે ખુલીને બોલ્યા રાહુલ ગાંધી : લગ્ન માટે કેવી છોકરી જોઈએ, રાહુલ ગાંધીએ પોતાની પસંદગી જણાવી…

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેઓ લગ્ન માટે એવી છોકરી ઈચ્છે છે જેમાં તેમની દાદી ઈન્દિરા ગાંધી અને માતા સોનિયા ગાંધી જેવા ગુણ હોય. તેમણે એક યુ ટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું. જ્યારે રાહુલ ગાંધીને તેમની દાદી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, ‘તે મારી બીજી માતા હતી.” ત્યાર બાદ પૂછવામાં આવ્યું કે શું તે ઇન્દિરા ગાંધી જેવા ગુણો ધરાવતી વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગે છે, તેણે કહ્યું, “તે એક રસપ્રદ પ્રશ્ન છે. મને એવી છોકરી ગમશે કે જેમાં મારી દાદી અને માતાના ગુણો હોય.

surties

એમ પણ જણાવ્યું કે જ્યારે કોઈ તેને ‘પપ્પુ’ કહે છે ત્યારે તેને ખરાબ નથી લાગતું કારણ કે આ બધુ પ્રચારનો એક ભાગ છે અને જે લોકો આ રીતે બોલે છે તેઓ પોતેજ ચિંતિત અને ડરેલા હોય છે. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે , ‘હું કોઈને નફરત કરતો નથી. કોઈમારી સાથે દુર્વ્યવહાર કરે છે… હું તને ધિક્કારીશ નહિ.

surties

આ મુલાકાતમાં વાહનો અને બાઇક વિશે પણ વિગતવાર ચર્ચા કરી અને જણાવ્યું કે તેની પાસે પોતાની કોઈ અંગત કાર નથી, પરંતુ તેની માતા પાસે કાર છે. તેણે કહ્યું, ‘હું જ્યારે લંડનમાં રહેતો હતો ત્યારે હું ‘આરએસ 20’ બાઇક ચલાવતો હતો, તે મારા જીવનનો પ્રેમ છે.’રાહુલ ગાંધીનું કહેવું હતું કે તેમને સાઇકલ ચલાવવી ગમે છે અને ક્યારેક તેમને લેમ્બ્રેટા (સ્કૂટર) ગમતું હતું. તેમણે એમ પણ કહ્યું કે ભારત ઇલેક્ટ્રિક વાહનો અને ડ્રોનમાં હજુ પણ પાછળ છે કારણ કે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ નથી.

surties