VIRAL VIDEO : ‘મંજુલિકા’ બનીને મેટ્રોમાં ચડી યુવતી યાત્રીઓની હાલત જોઈને તમારું હસવું નહીં રોકાય

Surties

આ સોશિયલ મીડિયાના જમાનામાં દરોજ અનેક વિડીયો વાયરલ થતા રહેતા હોઈ છે અને એ વિડીયો જોઈને લોકો શેર પણ કરતા રહેતા હોઈ છે. હાલ ‘ઇન્સ્ટાગ્રામ રીલ્સ’ બનાવનારા લોકોનું પ્રિય સ્થાન બની ગયું છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વિડીયો છે જેમાં યુવાનો રીલ માટે મેટ્રોમાં વિચિત્ર સ્ટંટ કરતા જોવા મળે છે.

એક છોકરી ‘ભૂલ ભુલૈયા’ની ‘મંજુલિકા’ બનીને મેટ્રોમાં ચડી. આ પછી જે થયું તે કેમેરામાં કેદ થઈ ગયું. તમે પણ જુઓ કે મંજુલિકાના ગેટઅપમાં છોકરીને જોયા પછી જનતાએ કેવી પ્રતિક્રિયા આપી.

આ વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, અમે ‘મંજુલિકા’ ગેટઅપમાં મેટ્રોમાં મુસાફરી કરતી એક છોકરીને જોઈ શકીએ છીએ, જે ‘મંજુલિકા’ જેવી અભિનય કરીને મુસાફરોને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. તે મોબાઈલમાં વ્યસ્ત એક યુવક પાસે જાય છે અને તેને ધક્કો મારવાનું શરૂ કરે છે. જેવી વ્યક્તિ તેનો ડરામણો ચહેરો જુએ છે, તે ગભરાઈને સીટ છોડી દે છે.

આ કોમેડી વિડીયોને પોસ્ટ કરતા ઈન્સ્ટાગ્રામ યુઝર પોતપોતાની અનેક રમુજી કોમેન્ટ કરતા નજરે ચડ્યા છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને લોકો શેર પણ ખુબજ કરી રહ્યા છે.