સામાન્ય માણસ બની ગયો કૂતરો, ફોટા જોઈ રાત્રે નીંદર નહિ આવે…

Surties - Surat News

દુનિયા ભરમાંથી અવાર નવાર ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા હોઈ છે અને તેવો જ એક ચોંકાવનારો કિસ્સો જાપાન માંથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર જાપાન નો એક વ્યક્તિ કૂતરો બની ગયો. આવો જાણીયે શું છે તથ્ય.

જાણકારી મુજબ જાપાનના આ વ્યક્તિનું નામ ટોકો સામે આવ્યું છે. આ માણસને કૂતરા જેવો દેખાવાનો એટલો શોખ હતો કે તેણે તેના માટે 2 મિલિયન યેન એટલેકે અંદાજિત 12 લાખ રૂપિયા નો ખર્ચ કરી નાખ્યો. આટલા બધા પૈસા ખર્ચ્યા બાદ તેણે એવો કોસ્ચ્યૂમ બનાવ્યો છે, જે પહેરીને તે આબેહૂબ કૂતરા જેવો જ દેખાય છે.

ચોંકવાનરી વાત તો એ છે કે ટોકોએ ડોગ બન્યા બાદ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી તસવીરો પણ લોકો સાથે શેર કરી હતી.

મળતી માહિતી મુજબ ઝેપેટે આ માણસની ઇચ્છા અનુસાર કૂતરાનો પોશાક ડિઝાઇન કર્યો હતો જેને પહેર્યા પછી, તે ખરેખર કુતરા જેવું લાગતું હતું. આ પોશાકમાં પહેરેલી વ્યક્તિને કોઈ ઓળખી શકતું નહતું. દરેક વ્યક્તિ એમ જ વિચારે કે તે ખરેખર એક કૂતરો છે. આ કોસ્ચ્યૂમ બનાવવામાં કંપનીને 40 દિવસનો સમય લાગ્યો હોવાનું સામે આવ્યું છે. કંપનીએ આ કોસ્ચ્યુમના બદલામાં લગભગ 12 લાખ રૂપિયા લીધા હતા.