ઘરથી દૂર રહેતા લોકો માટે ખાસ – જાતે જમવાનું બનાવો છો તો આ ભૂલ નહિ કરતા, નકર આગ ફાટી નીકળશે અને…

surties

હોસ્ટેલમાં રહેતા કે ઘરથી દૂર રહેતા છોકરાઓ પર સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ બનાવવામાં આવે છે. તેમની જીવનશૈલી, ખાવા-પીવા પર મોટાભાગે જોક્સ બનાવવામાં આવે છે. ઘરથી દૂર રહેવું અને ખોરાક જાતે રાંધવો એ સરળ કાર્ય નથી. સામાન્ય રોજનું કામ પણ આ છોકરાઓ માટે મોટું કામ બની જાય છે.

 

View this post on Instagram

 

A post shared by flurting boy (@flurtingboy)

આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એક છોકરો હાથમાં ચમચો લઈને તેલ ગરમ કરી રહ્યો છે. છોકરો તેલ ગરમ કરીને મસાલો બનાવે છે. મસાલો તૈયાર થઈ ગયા પછી, છોકરો વાસણની અંદર ચમચી મૂકે છે, ત્યારબાદ વાસણમાંથી આગનો ગોળો બહાર આવે છે. આ જોઈને છોકરો ડરી જાય છે અને કૂદીને પાછળ દોડી જાય છે. આ ઘટના પછી તે પોતાના કારનામા પર હસવા લાગે છે. સોશિયલ મીડિયા પર આ વાયરલ વિડીયો પર લોકોની ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. લોકો ભોજન બનાવનાર આ વ્યક્તિની મજાક ઉડાવી રહ્યા છે તો કેટલાક લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.