એમએસ ધોની તેની કુલનેસ માટે જાણીતા છે. દરેકના પ્રિય ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ તાજેતરમાં ઘૂંટણની સર્જરી કરાવી હતી. બાદમાં જ્યારે તે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તે એરપોર્ટ પર ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડીને પણ મળ્યો હતો. તે ખેલાડી છે મોહમ્મદ કૈફ. એરપોર્ટ પર ધોની અને મોહમ્મદ કૈફની મીટિંગની તસવીરો પણ સામે આવી છે.મુંબઈ એરપોર્ટ પર મીટિંગમાં ધોનીની પત્ની સાક્ષી અને પુત્રી ઝિવા પણ હાજર હતી.
તેની સાથે કૈફે એક સરસ કેપ્શન પણ લખ્યું છે. ‘અમે આજે એરપોર્ટ પર એક મહાન વ્યક્તિ અને તેમના પરિવારને મળ્યા. સર્જરી બાદ તે ઘરે પરત ફરી રહ્યો હતો. ધોનીને મળીને મારો પુત્ર કબીર ખૂબ જ ખુશ છે કારણ કે ધોનીએ તેને કહ્યું હતું કે તે પણ બાળપણમાં ફૂટબોલ કબીરની જેમ જ રમતા હતા.’ મોહમ્મદ કૈફે પણ ધોનીને શુભકામના પાઠવી હતી, ‘જલદી સ્વસ્થ થાઓ ચેમ્પ, આગામી સિઝનમાં મળીશું’.
રસપ્રદ વાત એ છે કે, મહેન્દ્ર સિંહ ધોની ઈજાગ્રસ્ત હોવા છતાં પણ આ આઈપીએલમાં રમવાનું ચાલુ રાખ્યું અને ટીમને પાંચમી વખત ચેમ્પિયન બનાવ્યું. તે ઘૂંટણની ઈજાથી પીડાતો હતો અને પીડા સાથે ચાલી રહ્યો હતો. પરંતુ તેમ છતાં ધોનીએ ટીમના હિતમાં રમવાનું ચાલુ રાખ્યું. તે લોઅર ઓર્ડર પર બેટિંગ કરતો હતો.
ચેન્નાઈને તેમના પાંચમા આઈપીએલ ખિતાબ સુધી પહોંચાડ્યા પછી, ધોનીએ ઘૂંટણની સર્જરી કરાવવાનું નક્કી કર્યું. ગયા અઠવાડિયે મુંબઈમાં તેમના ઘૂંટણનું ઓપરેશન થયું હતું. સફળ સર્જરી બાદ તે ઘરે પરત ફર્યો છે. જોકે તેને સ્વસ્થ થવામાં સમય લાગશે.
Leave a Reply
View Comments