જન્માષ્ટમીના અવસર પર મહારાષ્ટ્ર સરકારે જન્માષ્ટમીના તહેવારને લઈને મોટી જાહેરાત કરી છે. જો દહીં-હાંડી દરમિયાન અકસ્માતે જો કોઈ ગોવિંદાનું મૃત્યુ થાય છે તો પીડિત પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. તે જ સમયે, જો મટકી ફોડ દરમિયાન ગોવિંદાઓ ઘાયલ થાય તો તેમને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ગોવિંદા મંડળો માટે સામૂહિક વીમો પણ લેવામાં આવ્યો છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર વિધાનસભામાં આની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે દર વર્ષે જન્માષ્ટમી પર દહીં-હાંડી દરમિયાન ગોવિંદા સાથે અકસ્માતના સમાચાર આવે છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, “જો દહીં-હાંડી દરમિયાન કોઈ ગોવિંદાનું મૃત્યુ થાય છે, તો પીડિતના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.” જો કોઈ ગોવિંદા ગંભીર રીતે ઘાયલ થશે તો તેને 5 લાખ રૂપિયાની આર્થિક મદદ મળશે. આ ઉપરાંત ગોવિંદા મંડળો માટે ગ્રુપ ઈન્સ્યોરન્સ પણ લેવામાં આવ્યો છે, જેથી તેમને સુરક્ષા કવચ મળી રહે.
બે વર્ષ બાદ જન્માષ્ટમી ઉજવવામાં આવી રહી છે
મહારાષ્ટ્રના મુખ્ય તહેવારોમાંના એક જન્માષ્ટમી માટે લોકો આ વખતે ખૂબ જ ઉત્સાહિત છે. કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી તેનું આયોજન કરવામાં આવ્યું ન હતું. મહારાષ્ટ્રમાં દહીં-હાંડી દરમિયાન મટકી તોડનાર ટીમને લાખો રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે. અહીં દહીં-હાંડીનો આ તહેવાર જન્માષ્ટમીના બીજા દિવસે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે માખણથી ભરેલી હાંડી ઊંચાઇએ લટકાવવામાં આવે છે. જે પછી ગોવિંદા મંડળ પિરામિડ બનાવીને તે હાંડી તોડવાનો પ્રયાસ કરે છે.
Leave a Reply
View Comments