મોર બની થનગાટ કરે….પહેલા વરસાદ માં પ્રેમી પંખીડા થયા વાયરલ…

surties

દેશના અલગ અલગ રાજ્યમાં ચોમાસુ -2023 એ દસ્તક આપી છે. જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જ્યારે ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. આ વરસાદથી લોકોને ગરમી અને ભેજથી રાહત મળી છે. વરસાદના કારણે સામાન્ય લોકો અને ખેડૂતોના ચહેરા પર સ્મિત ફરી વળ્યું છે.

ઈન્દોરનોએક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક કપલ વરસાદ વચ્ચે રસ્તા પર ડાન્સ કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ વિડીયો ને પસંદ કરી રહ્યા છે, તો કેટલાક લોકો એ આ વિડીયોને નકારી કાઢ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વિડીયો ઈન્દોરના ભંવર કુઆન વિસ્તારનો છે. ઈન્દોરના આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સ્કૂલ, કોલેજ અને કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ છે. પ્રદેશ એવું માનવામાં આવે છે કે વિડીયોમાં દેખાતું કપલ આમાંથી કોઈપણ સ્કૂલ, કોલેજ કે કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી રહ્યું છે.

આ વિડીયો બાબતે આપનો શું અભિપ્રાય છે અમને જરુર થી જણાવજો