બીજાના લગ્નમાં મફતનું ખાવા જાવ છો? જુઓ લોકો એ આ યુવાન નો કેવો હાલ કર્યો – વિડીયો થયો વાયરલ

surties

ભોપાલમાં એક લગ્નમાં એક યુવક પ્લેટો ધોતો હોવાનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો શહેરના કયા મેરેજ ગાર્ડનનો છે તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. જો કે, વિડીયો વાયરલ થયા બાદ વાસણ ધોતા યુવકે પોલીસમાં ફરિયાદ કરી છે કે, વિડીયો વાઈરલ કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ. જણાવવામાં આવી રહ્યું છે કે યુવક જબલપુરનો રહેવાસી છે અને તે ભોપાલની એક ખાનગી યુનિવર્સિટીમાંથી MBA કરી રહ્યો છે. તે લગ્નમાં આમંત્રણ આપ્યા વિના ભોજન લેવા ગયો હતો. તેથી જ તેને વાસણ ધોવાની સજા આપવામાં આવી છે.

વાંક માત્ર એટલો જ છે કે તે આમંત્રિત કર્યા વિના મહેમાનની જેમ ભોજન કરવા આવ્યો હતો, પરંતુ લોકોએ તેને પકડી લીધો અને લગ્નમાં મફતનું ભોજન ખાધા બાદ તેને વાસણ ધોવાની સજા ફટકારવામાં આવી.

વિડીયોમાં જે વ્યક્તિ યુવકનો વિડીયો બનાવી રહ્યો છે, તે વિદ્યાર્થીને પૂછી રહ્યો છે કે તે લગ્નમાં ખાવાનું ખાવા કેવી રીતે આવ્યો? યુવકે કહ્યું કે તે એમજ જમવા આવ્યો હતો. વ્યક્તિ કહે છે કે અહીં ખાવાનું કોણે કહ્યું? તમારી સજા એ છે કે તમે વાસણો બરાબર ધો, જેમ તમે ઘરે ધોતા હો તેમ. યુવકે જણાવ્યું કે તે જબલપુરનો રહેવાસી MBAનો વિદ્યાર્થી છે. વ્યક્તિએ કહ્યું કે તમે જબલપુરનું નામ પણ બગાડો છો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીડિત વિદ્યાર્થીએ પોલીસમાં ફરિયાદ પણ કરી છે કે મારો વિડીયો વાયરલ કરનાર વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.