મોરબીમાં દર 21 વર્ષે દર્દનાક ઘટના સર્જાતી હોવાની માન્યતા ફરી એક વખત સાચી સાબિત થઈ છે. આપડે સૌ જાણીયે છીએ તેમ ત્રીજી વખત 21 વર્ષ બાદ મોરબીમાં દુર્ઘટના સર્જાઇ છે અને આ ઘટનમાં અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
-
તા. 11 ઓગસ્ટ 1979ના રોજ મચ્છુ હોનારત.
-
તા. 21 વર્ષ બાદ 26 જાન્યુઆરી 2001ના રોજ ભયંકર ભૂકંપ.
-
હવે ત્રીજી વખત 21 વર્ષ બાદ તા. 30 ઓક્ટોબર 2022ના રોજ સાંજે મોરબીના ઝુલતો પુલ તૂટવાની ઘટના.
દર્દનાક હોનારતના આ ફોટો તમને ધ્રુજાવી દેશે.
10 ઓગસ્ટ 1979 ની રાત્રિના મોરબીમાં 25 ઈંચ મુસળધાર વરસાદ ખાબક્યો હતો. પાણી આવક સતત વધતા બપોરે 3:15ના નવાગામ તરફનો માટીનો પાળો તુટ્યો અને બાદમાં મોરબી તરફ પાણી ધસમસતું આવી ગયું હતું.
26 જાન્યુઆરી 2001ના રોજ સવારે અંદાજિત 8:45 વાગ્યે ગોઝારો ભૂકંપ આવ્યો હતો. અંદાજિત 40 સેકન્ડ સુધી ભૂકંપે મોરબી શહેર ને હચમચાવી નાખ્યું હતું.
30 ઓક્ટોબર 2022ની સાંજે મોરબીના ફરવાલાયક સ્થળ ઝૂલતા પુલ પર મોટી સંખ્યામાં લોકો ફરવા ગયા હતા અને તે દરમિયાન અચાનક સાંજના 6.32 વાગ્યે પુલ તૂટી પડ્યો હતો.
Leave a Reply
View Comments