Lust Stories Season 2 ‘MOVIE REVIEW’ તમે લસ્ટ છુપાવશો કે લવ ના નામે તેને ચગાવશો ?

surties

તમે લસ્ટ છુપાવશો કે લવ ના નામે તેને ચગાવશો???
એક જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયને હમણાં ખુબ સરસ કહ્યું છે કે પહેલા LUST જ હતું પણ પછી HONESTY ઘટી એટલે LOVE શબ્દ ફેમસ થયો.
સે*ક્સ ની વાત ખુલ્લેઆમ કરવી હજુ પણ ઇન્ડિયામાં બહુ Taboo વિષય છે. થોડા વર્ષો પહેલા જયારે લસ્ટ સ્ટોરીઝનો પહેલો ભાગ આવેલો ત્યારે કિયારા અડવાણી ના સીન ના લીધે બહુ ચગેલો. આ બીજી સીઝન તમન્ના ભાટિયાના લીધે ઘણી વગોવાઈ છે.

surties

પણ મારા હિસાબે આ બીજી સીઝન ફક્ત અશ્લીલતા અને ચિપ સીન્સ થી ઉપર છે. એક દાદી પોતાની પૌત્રીને મેરેજ પહેલા સે*ક્સ Compatibility ની સલાહ આપે કારણકે જિંદગીભર ના સાથ નિભાવવામાં સે*ક્સ નો બહુ મોટો ફાળો છે.

એક વર્કોહોલિક એકલી લેડી પોતાના જ ઘરમાં કામવાળી બેન ને તેના જ પતિ જોડે સેક્સ કરતા જોઈને ચિડાવાના બદલે પોતે તેનો આનંદ લે એ બીજા માટે વિકૃતિ હોઈ શકે પણ તેના માટે એ સંતોષ છે એ પણ સેક્સયુઅલ ડિઝાયર્સનો એક પહેલું જ છે.
સુજોય ઘોષ વાળી તમન્ના ભાટિયાની સ્ટોરી થોડી પ્રેડિક્ટેબલ હતી (કારણકે અમે ડરના ઝરૂરી હૈ જોઈ છે) બાકી કાજોલ અને કુમુદ મિશ્રા તેમની સ્ટોરીમાં કમાલ કરી ગયા અને તેમની સ્ટોરીનો એન્ડ અને ટ્વીસ્ટ પણ ગજબ નો હતો.પતિ દ્વારા કરવામાં આવતું ડોમેસ્ટિક વાયોલન્સ અને તેનો ખાત્મો કરવા એક રસ્તો અપનાવતી પતિ વાળી સ્ટોરી નવી અને વળાંક વાળી હતી.

surties

સે*ક્સ ભલે બેડરૂમ નો સબ્જેક્ટ છે પણ તેના વિશેનું ઓછું નોલેજ અને અધૂરું જ્ઞાન લોકોના જીવનમાં ઘણી તકલીફો આપે છે.બે પાર્ટનર્સ કે મિત્રો વચ્ચે સેક્સને લઈને ફક્ત મજાક થાય છે કે અશ્લીલ મેસેજીસ.એના થી ઉપર વધીને પોતાની ઈચ્છાઓ કહેવી કે સામેવાળાની ઈચ્છાઓ જાણવી એ આજે પણ આપણા સમાજમાં મિસિંગ છે અને જો કોઈ જાગૃત કરવા જાય (આવી કાલ્પનિક સ્ટોરીઝ થકી) તો તેને અશ્લીલ કે વાહિયાત ગણીને નકારી કાઢવામાં આવે છે.

surties

હું તો સખત પણે માનું છું કે હેલ્ધી સબંધો માટે સે*ક્સ એ ફક્ત ન બની રહેતા એક સંવેદનશીલ રીતે ચર્ચાનો વિષય બનવો જ જોઈએ.
Movie review by : સત્યેન નાયક દિલ સે