આપણે અહીંયા શેરીઓમાં રખડતા કૂતરાઓની કોઈ કમી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ આ કૂતરાઓને પકડીને દૂર લઈ જાય છે અને જે તે જગ્યાએ પાછા છોડી દેવામાં આવે છે. તાજેતરના અનેક ઘરોમાં પણ કૂતરા કરડવાની ઘણી ઘટનાઓ બની છે.
વિડીયોની શરૂઆતમાં જ્યારે અર્જુન પોતાનો ડાબો હાથ બતાવી રહ્યો છે ત્યારે તેની આંગળીઓમાં સોજો સ્પષ્ટ જોઈ શકાય છે. અર્જુન ડાબા હાથથી બોલિંગ કરે છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે આંગળીઓમાં સોજાને કારણે, તેને બોલિંગમાં સમસ્યા થશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઈજાના કારણે અર્જુન તેંડુલકર લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં રમી શકશે નહીં. આ સિવાય આગામી કેટલીક મેચોમાં પણ તેના રમવા પર શંકા રહેશે.
View this post on Instagram
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને લખનઉમાં એક કૂતરો કરડ્યો હતો. આ ઘટના રવિવારે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે તેંડુલકર સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કર્યા બાદ અર્જુન બહાર એક દુકાન પર ગયો હતો. પછી એક કૂતરો તેનો હાથે કરડ્યો. અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સ વતી આઈપીએલ મેચ રમવા માટે લખનઉ આવ્યો છે. હાલ તેમની હાલત સારી હોવાનું કહેવાય છે. એક વિડીયોમાં અર્જુન તેંડુલકર પોતે કૂતરા કરડવા અંગે જણાવતો જોવા મળ્યો હતો.
Leave a Reply
View Comments