સુરતની શહેરની સાથે જિલ્લામાં પગેરકાયદેસર બાન્ધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે. જોકે સ્થાનિકોની જાગૃતતાને કારણે તંત્ર દ્વારા આવા જ એક ગેરકાયદેસર કોમ્પલેક્ષને તોડી પાડવાનો હુકમ કરવામાં આવ્યો છે. વધુમાં મળતી માહિતી પ્રમાણે સુરતના ઓલપાડ તાલુકામાં તમામ નીતિ નિયમોને નેવે મૂકીને લગભગ 63 દુકાનો સાથે ગેરકાયદેસર કોમ્પ્લેક્ષ ઉભું કરવામાં આવ્યું હતું. વર્ષ 2013માં શરતોને આધીન આ બાંધકામની પરવાનગી આપવામાં આવી હતી. પણ બાંધકામની શરતોનું ઉલ્લંઘન કરીને ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ બે માળનું કોમ્પ્લેક્ષ બાંધકામ બાંધવામાં આવ્યું હતું.
જેમાં દરેક માળ પર 21 દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં શરતોનું ભંગ કરીને ગટરલાઇન પણ નાંખવામાં આવી હતી. આ માટે મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ તેને ધ્યાનમાં લેવામાં આવી ન હતી. આખરે આ બાબતની ફરિયાદ વહીવટી તંત્રને કરવામાં આવી હતી
સ્થાનિકોની ફરિયાદને કાને ધરીને સુડાના સર્વેયર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. અને સોસાયટી કારોબારી સમિતિ પાસેથી તેના માટેના જરૂરી પુરાવા પણ લેવામાં આવ્યા હતા. આખરે પહેલી ઓક્ટોબરના રોજ શુકન શોપીંગ સેન્ટરને ગેરકાયદેસર ગણાવીને આગામી કાર્યવાહી કરવા કામગીરી હાથ ધરાઈ છે. જે અંતર્ગત ચાલુ બાંધકામ બંધ કરવું, ગેરકાયદે બાંધકામ સ્વખર્ચે દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
Leave a Reply
View Comments