હાલ ગુજરાતમાં ચૂંટણી નો માહોલ ધમધમી રહ્યો છે સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક વિડીયો વાયરલ થતા હોઈ છે અને લોકો એ વિડીયો ને નિહાળતા હોઈ છે. હાલ આ ચૂંટણીના માહોલ વચ્ચે એવો જ એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક બાળક રાજકીય ક્ષેત્રે નીડર પણે પોતાની વાત રજુ કરતા નજરે ચડ્યો છે.
શિયાળામાં તમારી સુસ્તી ઉડાડી, ઉનાળામાં ભર બપોરે તેની વાત સાંભળવા મજબુર કરે અને ભર ચોમાસે વીજળીના કડાકાની જેમ પોતાના શબ્દો થી જાહેર સભા ગજાવતો આ બાળક હાલ ખૂબ ચર્ચા માં છે. આ વિડીયો સુરત થી સામે આવ્યો છે. આ સભાના દ્રશ્યો તમે જુઓ લગભગ બધા જ આ બાળક કરતા મોટા દેખાઈ રહ્યા છે. આ બાળક નો ઉત્સાહ અડીખમ હિમાલય ના પર્વત સમાન છે, જેને ડગમગાવવા ની હિંમત કોઈનામાં નથી તેવું લાગી રહ્યું છે.
View this post on Instagram
આ ઉંમરે મોટાભાગના બાળકો રમતિયાળ હોઈ છે, રમત ગમત માં પોતાનો સમય પસાર કરતા હોઈ છે પરંતુ આ બાળક રાજકારણના મંચ ગજવી રહ્યો છે. ચૂંટણીના આ ધમધોકાર, શાનદાર રોડ શો, રાજનેતાઓના પ્રવચનોના વચ્ચે આ રૂવાંટા ઉભા કરીદે તેવો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયો છે. કેવું લાગ્યું તમને આ બાળક નું વક્તવ્ય, તેનો રૂઆબ, તેની કટાક્ષ કરવાની રીત, રાજકારણ ના વિષય પર બેધડક રીતે પોતાના વિચારો રજુ કરવાનું કૌશલ્ય તમને કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરી જણાવજો.
Leave a Reply
View Comments