બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ 13 મેના રોજ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી લીધી છે. AAP (આમ આદમી પાર્ટી)ના સાંસદ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ સગાઈ કરી. તેમની સગાઈ દિલ્હીમાં થઈ હતી. આ સગાઇ તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં રાખવામાં આવી હતી. આ ફંક્શનમાં પ્રિયંકા ચોપરા અને મનીષ મલ્હોત્રા જેવા ફિલ્મી જગતના કેટલાક મોટા નામોએ પણ હાજરી આપી હતી.
પરિણીતી અને રાઘવની સગાઈની પહેલી તસવીરો સામે આવી છે, જેમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા બંનેએ તેમની સગાઈની તસવીરો શેર કરી છે. ફોટોમાં બંને એકબીજામાં ખોવાયેલા જોવા મળે છે. પરિણીતી રાઘવની છાતી પર માથું રાખે છે અને તેઓ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે.
Everything I prayed for .. She said yes! 💍
ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਮਿਹਰ ਕਰਨ। 🙏🏻 pic.twitter.com/OquwJwHTDL— Raghav Chadha (@raghav_chadha) May 13, 2023
રાઘવ પરીના તરફ જોઈ રહ્યો છે. કપૂરથલા હાઉસને પણ સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું હતું. ચમકતી લાઈટો પણ ચારેબાજુ દેખાઈ રહી છે. આ ઉપરાંત પોલીસકર્મીઓ પણ સુરક્ષામાં તૈનાત છે.
રાઘવ ચઢ્ઢા પંજાબથી રાજ્યસભાના સભ્ય છે. તેઓ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તેઓ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેમને ગયા વર્ષે પંજાબ સરકારના સલાહકાર બનાવવામાં આવ્યા હતા.
Leave a Reply
View Comments