Alert : કોરોના મામલે PM ની હાઇ લેવલ મિટિંગ, લેવાઈ શકે છે મોટો નિર્ણય

surties

હાલ ના સમયમાં ફરી એક વાર કોરોના વાયરસ ચીન, અમેરિકા, જાપાન વગેરે દેશોમાં તબાહી મચાવી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્ર સરકાર અચાનક એલર્ટ મોડમાં આવી ગઈ છે અને આજે વડાપ્રધાને આજે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી છે. આ બેઠકમાં દેશમાં કોરોનાની સ્થિતિ પર ગંભીર ચર્ચા કરવામાં આવશે અને તમને સાથે સાથે જનવીએ કે આ પહેલા ગઈકાલે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

surties

મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં, વિશ્વભરમાં ઝડપથી ફેલાતા કોરોનાના ઓમિક્રોન સબવેરિયન્ટ BF.7 ના ત્રણ કેસ ભારતમાં નોંધાયા છે. ગુજરાતમાં બે કેસ નોંધાયા છે, જ્યારે ઓડિશામાંથી એક કેસ નોંધાયો છે. BF.7 એ Omicron ના BA.5 પ્રકારનું પેટા-ચલ છે અને તે અત્યંત ચેપી છે. તેનો ‘ઇક્યુબેશન’ પિરિયડ ટૂંકો હોય છે. જે લોકોને રસી આપવામાં આવી છે (કોવિડ-19) તેને ફરીથી સંક્રમિત કરવાની અથવા તો સંક્રમિત થવાની ઉચ્ચ સંભાવના છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે ઓક્ટોબરમાં ભારતમાં BF.7 નો પ્રથમ કેસ શોધી કાઢ્યો હતો.

surties

બુધવારે આરોગ્ય પ્રધાન માંડવિયાની અધ્યક્ષતામાં કોવિડ સમીક્ષા બેઠકમાં, નિષ્ણાતોએ જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધી કોવિડ કેસોની સંખ્યામાં વધારો થયો નથી, પરંતુ હાલના અને ઉભરતા પ્રકારોને ટ્રેક કરવા માટે સતત દેખરેખની જરૂર છે. મંત્રીએ લોકોને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવા અને રસીકરણ કરાવવા સહિત ચેપના ફેલાવાને રોકવા સંબંધિત વર્તનને અનુસરવા જણાવ્યું હતું.