અરે…બાપરે…સુરતમાં ધોળે દિવસે આ વિસ્તારમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો

surties

પહેલા સુરતની બહાર અંતરિયાળ ગામો દીપડો દેખાયો અથવા દીપડાનો વસવાટ છે તેવી વાતો સામે આવતી એન ક્યારેક તેનો આતંક પણ જોવા મળતો, પરંતુ હવે આ જંગલી જાનવર શહેર સુધી પહોંચ્યા હોઈ તેવા વિડીયો સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા મનીષા ગરનાળા પાસે દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. લોકોએ દીપડાનો વિડીયો બનાવી ફોરેસ્ટ વિભાગને મોકલી જાણ કરી છે.

whatsapp

અત્યાર સુધી જંગલોમાંથી સુરત જિલ્લાના ગામડાઓમાં દીપડો ઘૂસી આવ્યો હોવાના અનેક સમાચાર સાંભળ્યા છે, પરંતુ હવે આ દીપડા શહેરી વિસ્તારમાં પણ આવી રહ્યા છે. આ વિડીયો વાયરલ થતા ની સાથે જ અનેક વાતો નો તર્ક વિતર્ક થઇ રહ્યા છે.

તંત્ર દ્વારા આ દીપડા ને પકડવા માટે પાંજરા પણ મુકવામાં આવ્યા છે. સુરતના છેવાડે આવેલા અમરોલી વિસ્તારમાં દીપડો દેખાવાની ઘટના બની છે. મનીષા ગરનાળા પાસે ઝાડી જાખરામાં એક ઝાડ પર દીપડો જોવા મળ્યો હતો.