શહેરમાં આગામી ચોમાસાની સિઝનને ધ્યાને રાખીને મહાનગર પાલિકા દ્વારા પ્રિ-મોન્શુન કામગીરી માટેની તડામાર તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. જેમાં શહેરમાંથી પસાર થતી ખાડી અને નહેરની મોટા પાયે સાફ – સફાઈ માટેના આદેશ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ફરમાવી દેવામાં આવ્યા છે. જો કે, દિવા તળે અંધારૂં હોય તેમ શહેરના મોટા ભાગના ખાડી અને નહેર વિસ્તારમાં સફાઈનો અભાવ ધરાર જોવા મળી રહ્યો છે.
દર વર્ષે ચોમાસાના પ્રારંભ સાથે જ શહેરના લિંબાયતથી માંડીને ઉધના, સારોલી, કુંભારિયા અને પરવત પાટીયા સહિતના વિસ્તારોમાં ખાડી પુરનું જોખમ ઉભું થતું હોય છે. આ સિવાય શહેરના અન્ય વિસ્તારોમાંથી પસાર થતી નહેરમાં પણ બારે મહિના શહેરીજનો દ્વારા કચરો ઠાલવવામાં આવતાં ચોમાસામાં આ નહેરો પણ ઓવર ફ્લો થતાં આસપાસના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતાં હોય છે.
આ સ્થિતિને પગલે મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે ચોમાસાના પ્રારંભ પૂર્વે જ પ્રિ-મોન્શુન કામગીરીના નામે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવતું હોય છે. આ વર્ષે પણ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા શહેરના વિવિધ ઝોનમાંથી પસાર થતી ખાડી અને નહેરોની સફાઈ માટેના સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યા હોવા છતાં હજી પણ આ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી હોય તેમ નજરે પડી રહ્યું છે.
Leave a Reply
View Comments