કોહલી-રૈનાએ જાણી જોઈને વૃદ્ધાને માથા પર વર્લ્ડ કપમાર્યો ? વર્ષો જૂનો વિડીયો વાયરલ…..

Surties

વર્ષ 2011માં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે ઐતિહાસિક જીત હાંસલ કરીને બીજી વખત ODI વર્લ્ડ કપ જીત્યો હતો. ટીમ ઈન્ડિયાની આ જીત બાદ ભારતીય ખેલાડીઓએ મેદાન પર જોરદાર ઉજવણી કરી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના સેલિબ્રેશન દરમિયાન બનેલી એક ઘટનાની વિડીયો કલીપ વાયરલ થઈ રહી છે.

આ જુનો વિડીયો જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે તેમાં યુવા વિરાટ કોહલી અને સુરેશ વર્લ્ડ કપ જીતની ઉજવણી કરતા જોવા મળે છે. કોહલી અને રૈના વિશ્વ કપની ટ્રોફી હાથમાં લઈને ઉજવણી કરી રહ્યા છે.

સુરેશ રૈના અને વિરાટ કોહલી આનંદ કરી રહ્યા છે અને બંનેએ જાણી જોઈને માણસના માથા પર ટ્રોફી ફટકારી હોવાનું લોકો દાવો કરી રહ્યા છે. ટ્રોફી વૃદ્ધના માથા પર અથડાતાં દેખાઈ રહી છે. થોડા સમય પછી વિરાટ અને રૈના બંને હસતા જોવા મળે છે.

આ ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ ચાહકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ મોટી જીત નોંધાવી હતી. આ વર્લ્ડ કપ સચિન તેંડુલકરનો છઠ્ઠો અને છેલ્લો વર્લ્ડ કપ હતો. યુવા ભારતીય ખેલાડીઓએ સચિન તેંડુલકરને પોતાના ખભા પર લઈને વિજયની ગોદમાં લઈને ઉજવણી કરી હતી.