OMG હવે મેટ્રો ટ્રેન રસ્તા પર કે અંડર ગ્રાઉન્ડ નહિ પણ એવી જગ્યા પરથી ચાલશે કે….તમામ ફોટા જોઈને તમારા હોશ ઉડી જશે

surties

અરે…બાપરે… સુરતીઓ તમને ઇકો-ફ્રેન્ડલી મેટ્રોની આ વાત  ખબર તો છે ને ? હવે મેટ્રો ટ્રેન રસ્તા પર નહિ ચાલે અંડર ગ્રાઉન્ડ પણ નહિ ચાલે, તો હવે સવાલ એ છે કે મેટ્રો ચાલશે ક્યાં..?

ભારતને તેની પહેલી વોટર મેટ્રો ટ્રેન મળશે. “હવે મેટ્રો પાણી પર ચાલશે” દેશને પ્રથમ વોટર મેટ્રોની ભેટ મળી રહી છે. કોચીમાં શરૂ થનારી મેટ્રો એશિયાની પ્રથમ વોટર મેટ્રો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 એપ્રિલે દેશની પ્રથમ વોટર મેટ્રોનું લોકાર્પણ કરશે અને વોટર મેટ્રોને લીલી ઝંડી આપશે.

આ વોટર મેટ્રો કેરળના કોચી જિલ્લામાં શરૂ કરવામાં આવશે અને તે લિથિયમ ટાઇટેનેટ સ્પિનલ બેટરી પર ચાલશે. આ વોટર મેટ્રો ઇકો-ફ્રેન્ડલી છે અને તેનો અંદાજિત ખર્ચ 1,137 કરોડ રૂપિયા છે.

માહિતી અનુસાર, વાઈપિનથી હાઈકોર્ટ વચ્ચેનું અંતર 20 મિનિટમાં જ્યારે વિટ્ટિલાથી કક્કનાડ સુધીનું અંતર 25 મિનિટમાં પહોંચી શકાય છે. શરૂઆતમાં વોટર મેટ્રો સવારે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે. તે પીક અવર્સ દરમિયાન દર 15 મિનિટે ઉપલબ્ધ રહેશે. માહિતી એવી સામે આવી રહી છે કે આ પ્રોજેક્ટ માટે 23 વોટર મેટ્રો બોટ અને 14 ટર્મિનલ હશે. તેમાંથી 4 ટર્મિનલ વોટર મેટ્રો સેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જ્યારે પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થશે, ત્યારે વોટર મેટ્રો સેવામાં 78 બોટ અને 38 ટર્મિનલ હશે.

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને જણાવ્યું કે આ વોટર મેટ્રો રાજ્યના જળ પરિવહન ક્ષેત્રમાં મોટી ક્રાંતિ લાવશે.