ભારતીય વિષ્ફોટક બેટ્સમેન હવે લગ્નગ્રંથી થી જોડાશે, જુઓ કોણ છે બૉલીવુડ ની સુંદર અદાકારા…

surties

આથિયા શેટ્ટી અને ક્રિકેટર KL રાહુલના લગ્ન હવે વધુ દૂર નથી. સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ આવતા વર્ષે જાન્યુઆરીમાં લગ્ન કરી શકે છે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. આ લવ બર્ડ્સ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ જાન્યુઆરી 2023 ના ચોથા સપ્તાહમાં એટલે કે 21 થી 23 જાન્યુઆરી વચ્ચે લગ્ન કરી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Athiya Shetty (@athiyashetty)

પિંકવિલાના અહેવાલ મુજબ, કેએલ રાહુલના નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે કપલ ગયા ડિસેમ્બરથી આમંત્રણ કાર્ડ મોકલવાનું શરૂ કરશે. આવી સ્થિતિમાં લગ્ન આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અને પિંકવિલાના અહેવાલ મુજબ, આથિયા શેટ્ટીની ટીમનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેણે આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

જ્યારે અહેવાલ મુજબ સૂત્રોએ એવી પણ માહિતી આપી છે કે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન હલ્દી, મહેંદી, સંગીત સાથે બિગ ફેટ સાઉથ ઈન્ડિયન વેડિંગ હશે. એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અથિયા-કેએલ રાહુલના લગ્ન સુનીલ અને માના શેટ્ટીના ભવ્ય ખંડાલા હોમ ‘જહાં’માં થશે. પાપા સુનિલે પણ મીડિયાને દીકરીના લગ્નના સમાચારની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે, ‘તે જલ્દી થશે.’