ક્રિકેટ જગત અને બૉલીવુડ જગત વચ્ચે સંબંધ બંધાવવો એ હવે એક દમ સામાન્ય વાત બની ગઈ છે. હાલ તાજેતરમાં જ સુનિલ શેટ્ટી ની દીકરી આથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલે લગ્ન કરી લીધા છે. સુનીલ શેટ્ટીએ તેમના ખંડાલા ફાર્મહાઉસમાં લગ્ન પૂર્ણ કર્યા પછી મહેમાનોને ગિફ્ટ નું વિતરણ કર્યું હતું. પિતાની સાથે અહાન શેટ્ટી પણ બહાર લોકોને મીઠાઈ વહેંચતો જોવા મળ્યો હતો.
સુનીલ શેટ્ટી પોતે સ્ટીલ ગ્રે શેરવાનીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો અને તેનો પુત્ર શેટ્ટી ક્રીમ રંગની શેરવાની અને માથા પર તિલક પહેરીને જોવા મળ્યો હતો. લગ્ન સ્થળની બહાર મીડિયા સાથે વાત કરતા સુનિલે કહ્યું, ‘સુંદર, ખૂબ જ નાનો, ખૂબ જ નજીકનો પરિવાર. બધું સારું હતું. બધું થઈ ગયું છે અને હવે હું સત્તાવાર રીતે સસરો છું.” રિસેપ્શન વિશે પૂછતાં તેણે કહ્યું, “હું આઈપીએલ પછી વિચારું છું.
View this post on Instagram
લગ્ન એક ખાનગી સમારંભ હતો જેમાં નજીકના મિત્રો અને પરિવારજનોએ હાજરી આપી હતી. અનુપમ ખેર, ઈશાંત શર્મા, અંશુલા કપૂર અને ક્રિષ્ના શ્રોફ સહિતના અન્ય લોકો લગ્ન સ્થળમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. અથિયા અને કેએલ રાહુલે થોડા વર્ષો પહેલા ઇન્સ્ટાગ્રામ પર તેમના સંબંધને સત્તાવાર બનાવ્યો હતો અને તેઓની તસ્વીર અવાર નવાર સામે આવતી રહે છે.
Leave a Reply
View Comments