મત જાગૃતિ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર લોક ગાયક કીર્તીદાન ગઢવીને વોટ આપવાની ચોખ્ખી ના – જાણો અંતે શું થયું

surties

ગુજરાતમાં આજે પ્રથમ તબ્બકાનું મતદાન પૂર્ણ થયું અને આ દરમિયાન રાજકોટ થી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ માં મત જાગૃતિ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર અને લોક ગાયક કીર્તીદાન ગઢવીને મત આપતા અટકાવવામાં આવ્યા હતા કારણકે કીર્તીદાન ગઢવી પાસે આધારકાર્ડની હાર્ડ કોપી ન હતી.

surties

મત જાગૃતિ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર અને લોક ગાયક કીર્તીદાન ગઢવી પાસે ફરજ પરના અધિકારીએ તેમનું આઈડી પ્રૂફ માંગવામાં આવ્યું હતું પરંતુ આધારકાર્ડની હાર્ડ કોપી ન હોવાથી તેમણે મત આપતા અટકાવવામાં આવ્યા હતા, અંતે કીર્તીદાન ગઢવીએ કલેકટરને રજૂઆત કર્યા બાદ તેઓ મત આપી શક્યા હતા.

surties

અંદાજિત તેઓ લગભગ પોણો કલાક સુધી મતદાન કરી શક્યા ન હતા. તેના બાદ તેઓએ ઝેરોક્સ કોપી પર સહી કરીને ચૂંટણી અધિકારીને રજૂ કરી હતી. જેના બાદ તેમને મતદાન કરવા મળ્યુ હતું.

surties

આજે ગુજરાતમાં પ્રથમ તબ્બકાના મતદાન નો સમય સમય સવારના 8થી સાંજના 5 વાગ્યા સુધીનો હતો. પ્રથમ તબ્બકામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન કરવામાં આવ્યું,. 89 બેઠક પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે.