અરે…વાહ…વાહ…ખજુરભાઈ અને કિંજલ દવે આ દિગ્ગજ કલાકારો વચ્ચે જાણો કયો નવો સંબંધ બંધાયો, શું કામ પગે લાગ્યા ખજુર ભાઈ?

surties

ગુજરાત ના સોનું સુદ કહેવાતા અને પરોપકારી ભાવના રાખનાર ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની ફરી એક વાર ચર્ચા માં આવ્યા છે. નીતિન જાની પોતે લોકોની મદદ કરવા માટે હમેશા તત્પર રહે છે.

હાલ થોડા દિવસ પહેલા ખજૂરભાઈ ના ઘરે ફેમજ લોક ગાઈક કિંજલ દવે પહોંચી હતી. તેઓની મુલાકાતના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. કિંજલ દવે પોતે પિતા લલિત દવે અને નાના ભાઈ સાથે ખજૂરભાઈના ઘરે પહોંચી હતી. મુલાકાતની કેટલીક જલક ખજુરભાઈએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે.

ખજુરભાઈએ મૂકેલી પોસ્ટમાં જોઈ શકાઈ છે કે બંને દિગ્ગજ કલાકારો એક બીજાને હેત થી ભેટીને ઊભા છે. કેટલાક ફોટો માં તેઓ હસી મજાક કરતાં પણ નજરે ચડયા છે. એક ફોટામાં ખજુર ભાઈ કિંજલ દવેના પિતા લલીત દવે સાથે જોવા મળી રહ્યા છે

ખજૂર ભાઈ એ આ મુલાકાતના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં સુંદર મજાનું કેપ્શન પણ લખ્યું, પરંતુ આ કેપ્શન વાંચીને જ અનેક પ્રશ્નો ઊભા થયા છે. તેઓ એ કેપ્શન માં લખ્યું કે ‘Now she become My Sali’ આ વાક્ય લખ્યા બાદ સોશિયલ મીડિયા પર અનેક અટકળોએ જોરદાર ચર્ચા નો વેગ વધાર્યો છે.

આપડે સૌ જાણીએ છીએ તે મુજબ હમણાં થોડા દિવસો પહેલા ખજુર ભાઈ અને મિનાક્ષી દવે ની સગાઈ થઈ છે. હાલ એવું લાગી રહ્યું છે કે મિનાક્ષી દવે અને કિંજલ દવે વચ્ચે પારીવારીક સંબંધો હોઈ શકે છે. આ બાબતે હજુ કોઈ સચોટ માહિતી સામે આવી નથી. ખજૂરભાઈ અને કિંજલ દવેના આ તમામ ફોટો જોઈને ફેન્સ ખુબજ ખુશ દેખાઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ખજુર ભાઈની થોડા સમય પહેલા જ મિનાક્ષી દવે સાથે સગાઈ થઈ છે. જેના ફોટા પણ ખજુર ભાઈએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જો કે, હાલમાં ખજૂરભાઈ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ પરથી એવું લાગી રહ્યું છે કે, મિનાક્ષી દવે અને કિંજલ દવે વચ્ચે પારીવારીક સંબંધો હોઈ શકે છે. જો કે, હાલ તો આ બંને કલાકારોના ફોટા ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે અને ખજુર ભાઈ તેમજ કિંજલ દવેના પરીવારની આ શુભેચ્છા મુલાકાતને પ્રેમ પણ આપી રહ્યા છે.