ગરમી શરુ થતાની સાથે જ લોકો ઉનાળુ વેકેશન માણવા માટે ઉત્તર ભારત તરફ નીકળી પડતા હોઈ છે. વર્તમાન સમયમાં અનેક લોકો હરિદ્વાર, કેદારનાથ જેવી યાત્રાએ નીકળી પડયા છે, એવામાં અનેક એવા લોકો હશે જે કોઈને કોઈ કારણોસર કેદારનાથ જેવા મહા પવિત્ર ધામો પર જઈ શકતા હોતા નથી. તો એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તમને સાક્ષાત કેદારનાથના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ.
12 જ્યોતિલિંગ માંથી એક મહત્વનું જ્યોતિલિંગ ગણવામાં આવતું કેદારનાથ ઉત્તરાખંડમાં આવેલ છે તે અંગે તો આપ સૌ કોઈ જાણતા જ હશો. હાલ કેદારનાથ મંદિરનો એક વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમે ભગવાન કેદારનાથના પણ દર્શન થઈ રહ્યા છે.
કેદારનાથ મહાદેવના આ ભક્તિધામ સુધી પોંહચવા માટે અનેક ગતિવિધિ માંથી અને સ્વાસ્થ્ય તેમજ જરૂરી અનેક ખાસ બાબતોનો ખ્યાલ રાખવાનું હોઈ છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ ખુબ જ અદભુત દ્રશ્યો છે. આ વિડીયો જોઈને સૌ કોઈ અભિભૂત થઈ ગયા છે. વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે મંદિરમાં ભારે બરફ પડી રહ્યો છે પરંતુ તેની અસર ભક્તો પર થોડી પણ નથી થઇ રહી, શ્રદ્ધાળુઓ છત્રી લઈને ઉભેલા જોવા મળી રહયા છે.
Leave a Reply
View Comments