કેટરિના કૈફ અને વિક્કી કૌશલ અવારનવાર એરપોર્ટ પર જોવા મળતા હોઈ છે. કેટલીક વખત એવું બને છે કે સુરક્ષાના કારણોસર સ્ટાર્સને પણ રોકી દેવામાં આવે છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સ સાથે આવું બન્યું છે. જેના કારણે તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડે છે. હાલમાં જ વિકી કેટરીના ફરી એકવાર એરપોર્ટ પર જોવા મળી હતી. ત્યાં કંઈક એવું બન્યું.
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિકી અને કેટરિના એરપોર્ટના એન્ટ્રી ગેટ પર ઉભા જોવા મળ્યા હતા અને સીઆઈએસએફના અધિકારીઓ કાગળો તપાસી રહ્યા હતા. આ દરમિયાન કેટરીના સીધી અંદર પ્રવેશે છે. આ દરમિયાન CISF ઓફિસરે તેને રોકી અને કહ્યું, ‘મેડમ ચેકિંગ માટે રાહ જુઓ.’ આ પછી કેટરીનાએ એન્ટ્રી ગેટ પર પરત ફરવું પડ્યું.
View this post on Instagram
વર્ક ફ્રન્ટ ની વાત કરીયે તો , કેટરિના ટૂંક સમયમાં શ્રીરામ રાઘવનની ‘મેરી ક્રિસમસ’માં અભિનેતા વિજય સેતુપતિ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં જ આ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થયું હતું, જે બાદ ફેન્સ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ સિવાય કેટરીના સલમાન ખાન સ્ટારર ‘ટાઈગર 3’માં પણ જોવા મળશે.
Leave a Reply
View Comments