કાર્તિક આર્યન અને સારા અલી ખાનનું પેચ-અપ થયું? નવા વર્ષની તસવીરોમાં ચાહકોને મળી હિંટ…

આપણે જાણીએ છીએ કે અનેક વાર બૉલીવુડ ના સેલેબ્રિટી નવા વર્ષની ઉજવણી કરવા વિદેશ જતાં હોય છે. હાલ કાર્તિક આર્યન અને સારા અલી ખાન આવાજ સમાચાર સામે આવ્યા છે. ગત વર્ષે ક્રિસમસના દિવસો દરમિયાન સારા તેના ભાઈ ઈબ્રાહિમ અલી ખાન અને લંડનના મિત્રો સાથે તસવીરો શેર કરી અને તેવી જ રીતે કાર્તિક તેના પેરિસ વેકેશનની તસવીરો શેર કરી હતી.

surties

મળતી માહિતી મુજબ નવા વર્ષની મોડી રાત્રે પણ બંને સ્ટાર્સે તેમના વેકેશનની તસવીરો શેર કરી હતી. આ તમામ બાબત માં આશ્ચર્યની વાત એ હતી કે બંનેની તસવીરો એક જ લોકેશન પર ક્લિક કરવામાં આવી હતી અને લગભગ તે જ સમયે ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરવામાં આવી હતી.

surties

આ તસવીરો વાયરલ થતાં જ બંને સેલેબ્રિટી ના ચાહકો અનેક અટકળો લગાવી રહ્યા હતા કે હવે બંને પાછા નજીક આવી રહ્યા છે. આ બંને સેલેબ્રિટી એક બીજાની નજીક આવ્યા છે કે કેમ એતો આવનાર સમય જ બતાવી શકશે.