અત્યારે જ જાણો કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ‘કંતારા’

Surties

સાઉથ સ્ટાર રિષભ શેટ્ટીની ફિલ્મ ‘કંતારા’ એ વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર 400 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે અને દરેક જગ્યાએ તેનો ક્રેઝ વધી રહ્યો છે. આ ફિલ્મે ઘણી ફિલ્મોના કલેક્શનને ધૂળ ચટાડી છે અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે અને હવે તે આજથી OTT પર રિલીઝ થઈ રહી છે. હા, જો તમે તમારા વીકએન્ડને ખાસ બનાવવા માંગો છો, તો તમે ઘરે બેસીને આ ફિલ્મની મજા માણી શકો છો. ઋષભ શેટ્ટી દ્વારા દિગ્દર્શિત અને અભિનિત, કંતારા પવિત્ર રિવાજો અને પરંપરાઓ, દંતકથાઓ અને પેઢીના રહસ્યો પર આધારિત છે.

Surties

માત્ર 20 કરોડના બજેટમાં બનેલી ‘કંતારા’એ તમામ મોટા બેનર અને મોટા બજેટની ફિલ્મોને પાછળ છોડીને બોક્સ ઓફિસ પર ઝંડો લગાવ્યો. હવે ‘કંતારા’ OTT રિલીઝ માટે તૈયાર છે. કંતારા 24 નવેમ્બરથી એમેઝોન પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થઇ ચુકી છે. જો કે, હિન્દી દર્શકોએ થોડી રાહ જોવી પડશે કારણ કે નિર્માતાઓ હાલમાં તેને ફક્ત મલયાલમ, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં OTT પર રિલીઝ કરી છે.

Surties

ફિલ્મની કમાણી હજુ ચાલુ છે ત્યારે આ ફિલ્મે અત્યાર સુધીમાં દુનિયાભરમાં 400 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ સૌપ્રથમ કન્નડ ભાષામાં 30 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. આ પછી, ફિલ્મની લોકપ્રિયતાને જોતા, હિન્દી ડબ વર્ઝન 14 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના અભિનેતા-દિગ્દર્શક ઋષભ શેટ્ટીએ ‘કંતારા’ની OTT રિલીઝ વિશે વાત કરતાં કહ્યું, ‘દેશના દરેક ખૂણેથી લોકોએ આ ફિલ્મને પોતાનો પ્રેમ આપ્યો છે, હવે હું OTT પ્લેટફોર્મ પર કંતારાને રિલીઝ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ ફિલ્મની વાર્તા એવી છે કે તે દર્શકોને અંત સુધી જકડી રાખે છે. આ વાત લોકોને પસંદ પડી રહી છે.