કોઠારીયા થી કેનેડા સુધી હવે કમા ભાઈ નું નામ ગુંજી રહ્યું છે. સોશિયલ મીડિયા પર કમા ના વિડીયો વાયરલ થયા હતા અને તે ફેમસ થયો હતો અને અત્યારે કમા ના લગન નો વિડીયો હાલ સોશિયલ પર ખુબજ વાયરલ થયો છે. શું આ વિડીયો સાચો છે ? આવો અમે તમને જણાવીએ આ વાયરલ વિડીયો પાછળ નું સાચું રહસ્ય. હાલ સોશિયલ મીડિયામાં કમા નો એક વિડીયો ભરપૂર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો કમા નો છે અને તેની સાથે ગુજરાતના લોકપ્રિય કલાકાર અલવિરા મીર છે. આ વિડીયો તે સમય નો છે કે જયારે અમદાવાદ ના એક કાર્યક્રમ દરમિયાન બન્ને નુ સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્વાગત દરમિયાન બન્ને હાર પહેરાવવામાં આવ્યા હતા.
કમા નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વ્યુ મુલવવાની ઘેલછા એ અમુક લોકોએ એ પોસ્ટ કર્યો અને ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યો છે. આ વિડીયા ને લગ્ન નો વિડીયો કહી ને વાયરલ કરનાર લોકો સામે ગાયિકા અલવિરા મીર ખુબજ ગુસ્સે થયા હતા.
View this post on Instagram
ગાયિકા અલવિરા મીર દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વિડીયો વાયરલ કરી ને આ સમગ્ર વાત ની ચોખવટ કરી છે અને આ વિડીયો ને વધુ વાયરલ નહિ કરવાનું જણાવ્યું છે. સાથે સાથે અલવિરા મીર એ જણાવ્યું કે કોઈ પણ આ વિડીયોને જુએ તો શેર ના કરતા અને જે પણ આઈડી છે તે ભાઈને તમે રિપોર્ટ કરજો. તેની સાથે જે ભાઈએ આ વિડીયો અપલોડ કર્યો છે તેના પર હું કાયદેસરની કાયર્વાહી કરવાની છું. તો કોઈએ આ પણ આવી ખોટી વાતમાં ભાગ લેવો નહીં તે મારી તમને નમ્ર વિનંતી છે.
View this post on Instagram
અલવિરા મીર ના શબ્દો : અમદાવાદમાં મારો એક શો હતો. તેના ઓપનીંગ માટે હું અને આપડા કમા ભાઈ આવેલા હતા. કમાભાઈ કોઠારીયા અમે બન્ને ગેસ્ટ તરીકે હતા. તે કારણોસર અમારા બન્નેનું હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. જયારે તે ફોટો અમુક વિકૃત માણસો જે આપણી ઉચાઈઓ જોઈ ના શકતા નથી તે લોકો યુટ્યુબ પર એવો લોગો નાખી ને શેર કરી રહ્યા છે. જુઓ કમા ભાઈ ના લગ્ન થઇ ગયા..માણસ સસ્તા વ્યુ મેળવવા માટે કેટલી હદે જઈ શકે છે એ તો આપણે જોઈએ છે પરંતુ આ ખરખેર આ હદ પાર કરવામાં આવી છે.
Leave a Reply
View Comments