જુનિયર ક્લાર્ક પેપર લીક મામલો : ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી, વિડીયો જાહેર કર્યો – સાંભળો કોનું રાજીનામું માંગ્યું…..

Surties

ફરી એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. આ પરીક્ષાનું પેપર મોકૂફ લેવાનો નિર્ણય લેવાતા આખરે 9 લાખ 53,000થી વધુ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી ગયું છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે.

આ પેપર લીક નો મામલો સામે આવતા આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ઈસુદાન ગઢવી એ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ઈસુદાન ગઢવી એ ટ્વીટ દ્વારા પોતાનો રોષ ઠાલવ્યો છે.

જુનિયર ક્લાર્કના પેપર લીક મામલે ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ગજબ! પેપર નહીં ઉમેદવારોની કિસ્મત ફૂટી છે! ભરોસાની ભાજપ સરકારના કરોડો રૂપિયાના ખર્ચે લાગેલ બેનરોથી ઉમેદવારો અને એમના માતા-પિતા ફરી ભરોસો કરીને 99થી વધારીને 156 સીટો આપી. પરંતુ ભાજપે ફરી કૌભાંડો અને પેપર ફોડવાનું શરુ કરી દીધું! પંજાબમાં આરોગ્ય મંત્રીએ એક ટકો કમિશન માંગ્યું હતું.