ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન નો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ વાનરની કનડગત કરતો સ્પષ્ટ પણે દેખાઈ છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહ્યો છે અને લોકો માં ખુબજ નારાજગી ફેલાઈ છે. હવે તમે જ કહો આ વિડીયો માં “પ્રાણી” કોણ છે ?
પરિક્રમાના રૂટ પર શાંતિથી બેસેલા એક વાનરની પૂંછ પકડી ને નિર્દયતા થી તેને ખેંચવામાં આવ્યું જે આપડે સ્પષ્ટ પણે જોઈ શકીયે છીએ. આ વિડીયો વાયરલ થતા લોકો માં ખુબજ રોષ જોવા મળ્યો છે. વાનરની કનડગત કરતા જોઈ એક મહિલા બોલી ઊઠી- ‘માણસ થાઓ હવે’.
ગિરનારની લીલી પરિક્રમા ની શરૂઆત થતા પહેલાજ વન વિભાગ દ્વારા કોઈ વન્યપ્રાણીની કનડગત ન કરવાનો આદેશ આપવામાં આવતો હોઈ છે. પરંતુ આ નિષ્ઠુર વ્યકતિ નિયમોના ધજાગરા ઉડાડતો દેખાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ વિડીયો વાયરલ થતા વન વિભાગે આ કૃત્ય કરનાર ટોળકી ની શોધખોળ શરુ કરી છે.
Leave a Reply
View Comments