OMG : આઈસ્ક્રીમ બનાવવાનો જુગાડ, તમે આવી રીતે બનાવશો કે નહિ ?

surties

જ્યારે પણ આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય છે ત્યારે લોકો દુકાનમાંથી ખરીદી લે છે. ભાગ્યે જ કોઈએ ઘરે આઈસ્ક્રીમ બનાવવાનું વિચાર્યું હશે કારણ કે તેને બનાવવાની પ્રક્રિયા માત્ર લાંબી નથી, પરંતુ તેમાં અનેક વસ્તુની પણ જરૂર પડે છે. હવે આવી સ્થિતિમાં, જો કોઈ કહે કે આઈસ્ક્રીમ બનાવવા માટે વધારે મહેનત કરવાની જરૂર નથી, તો શું તમે તેની વાત પર વિશ્વાસ કરી શકશો ?

આ વિડીયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે આઉટડોર આઈસ્ક્રીમ બનાવવાની એક વિચિત્ર રીત. 1 મિનિટ 39 સેકન્ડની ક્લિપમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કારના ટાયરમાં લાગેલ થર્મલ ફ્લાસ્કને બહાર કાઢે છે. પછી તે અંદરથી એક સ્ટીલનો ડબ્બો કાઢે છે અને તેમાં તમામ સામગ્રી નાખે છે. પછી નારંગી કલરના બોક્સમાં સ્ટીલના પાત્રને પાછું મૂકે છે અને તેને બરફ, આઈસ્ક્રીમ ઢાંકી દે છે. આ પછી થોડી વાર ફરે છે અને આ રીતે આઈસ્ક્રીમ તૈયાર થાય છે.

આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયો છે. શું તમે આવું ઘરે ટ્રાઈ કરશો?