“નહિ તો બ્રેક ન મારુ…” અકસ્માત બાદ આ વિડીયો વાયરલ થતા તમામ લોકો હચમચી ગયા તથ્ય બોલ્યો કે…

surties

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને હવે આ મામલે અનેક નવી બાબતો અને નિવેદનો સામે આવી રહ્યા છે. આ ઘટના મામલે ધીમે ધીમે અનેક વિડીયો સામે આવી રહ્યા છે અને ખુલાસા થઈ રહ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ તથ્યનું કબૂલાતનામાનો વિડીયો, જેગુઆર 120 કરતાં વધારે સ્પીડમાં હોવાનો ખુદ તથ્યનો સ્વિકાર કરતો વિડીયો સામે આવ્યો છે.

અકસ્માત બાદ નો આ વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે. વાત જાણે એમ છે કે, હાલ અકસ્માત સર્જ્યા બાદતથ્યના કબૂલાતનામાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જેગુઆર 120 કરતાં વધારે સ્પીડમાં હોવાનો ખુદ તથ્ય પટેલ સ્વિકાર કરી રહ્યો છે.

WhatsApp

હાલ બાપ અને દીકરો બને પોલીસ સ્ટેશનમાં જોવા મળ્યા હતા અને તેઓને પોલીસે પેપર ડિશમાં જમતા હોવાના ફો વિડીયો વાયરલ થયા છે . વૈભવી જીવનશૈલી જીવતા પિતા-પુત્રએ આખી રાત પોલીસ સ્ટેશનના ભોંયતળિયે બેસીને વિતાવી હતી અને સરકારી ટિફિન જમ્યા હતા.

આ અકસ્માત બાદ અમદાવાદ પોલીસ તંત્ર પણ ખુબજ સક્રિય થઇ ગયું છે અને અને આવી ઘટનાઓને લઈને કમિટીની પણ રચના કરી દેવામાં આવી છે. જેમાં ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદીનો કમિટીમાં સમાવેશ થાય છે. આ સાથે SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI અપૂર્વ પટેલ, SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI વી.બી.દેસાઈ, A ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પી.બી.ઝાલા, N ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI કે.પી.સાગઠીયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એચ.જી.કટારીયાનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.