ICC T20 વર્લ્ડ કપ 2022 હવે સમાપ્ત થઈ ગયો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 13 નવેમ્બર, રવિવારના રોજ રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને બીજી વખત ટાઈટલ જીત્યું હતું. આવું કરનારી તે વેસ્ટ ઈન્ડિઝ બાદ બીજી ટીમ બની ગઈ છે.
આ સાથે વર્લ્ડ કપ દરમિયાન સ્ટેન્ડમાં બેઠેલા ફેન્સની તસવીરો પણ ખૂબ વાયરલ થઈ છે. તો આજે અમે તમને જણાવીશું કે તેમને વાયરલ કરવા પાછળ કોણ છે. આ વાતનો ખુલાસો ખુદ ભારતીય ટીમના પૂર્વ ખેલાડી ઈરફાન પઠાણે કર્યો છે.
View this post on Instagram
ખરેખર, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર અને વર્તમાન કોમેન્ટેટર ઈરફાન પઠાણે સોશિયલ મીડિયાના સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે એવા વ્યક્તિનો ખુલાસો કરી રહ્યો છે જે વર્લ્ડ કપ દરમિયાન સ્ટેન્ડમાં બેઠેલા ફેન્સને વાયરલ કરે છે. તે વિડીયોમાં પઠાણ કેમેરામેન સાથે જોવા મળે છે. ઈરફાન તે વિડીયોમાં કહે છે કે, “આ એ માણસ છે જે લોકોને વાયરલ કરે છે.”
જો કે આ પછી કેમેરામેન વિડીયોમાં કહેતો જોવા મળે છે કે તેમની વાતમાં ન આવો, એવું કંઈ નથી. તે જ સમયે, ઇરફાન પઠાણનો આ વિડીયો ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થયો છે.
Leave a Reply
View Comments