વાયરલ વિડીયો : આ નાના બાળકની જીદ સામે, PM મોદી અને અમિત શાહ શું કરશે?

surties

નાનપણમાં બાળકોનું જીદ્દી હોવું એ ખૂબ સામાન્ય વાત છે, પરંતુ ક્યારેક બાળકોની જીદ ખૂબ જ ક્યુટનેસ ભરેલી હોય છે અને નિખાલસ હોય છે. આજનો જમાનો એટલે સોશિયલ મીડિયા નો યુગ. આજકાલ ઇન્ટરનેટ પર હજારો વિડિયો વાયરલ થતા હોય છે કેટલાક વિડીયો જોઈને આપણી ઈમોશનલ થઈ જતા હોઈએ છીએ તો કેટલાક વિડીયો આપને ખડખડાટ હસવા પર મજબૂર કરી દેતા હોય છે, આવો જ નીખાલસ બાળક નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.

આ વિડીયોમાં એક નાનો બાળક રડતા રડતા પોતાની મમ્મી પાસે રાજકારણમાં જોડાવાની જીદ કરી રહ્યો છે અને તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે કહી રહ્યો છે મહિલા તેને કોંગ્રેસમાં જોડાવાનું કહે છે પરંતુ બાળક રડતા કહે છે કે મારે ભાજપમાં જ જોડાવવું છે અને અંતે મહિલા તેને સમજાવવાનો પ્રયાસ કરે છે અને બાળકને આ સુંદર જીત પર મહિલા હસી પડે છે

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને લોકો પણ આનંદ લઈ રહ્યા છે અને વીડિયોને ભરપૂર પ્રમાણમાં શેર કરી રહ્યા છે સાથે સાથે કેટલાક લોકો પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એટલે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે