હજારો દીકરીઓના પાલક પિતા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીને આજે સૌ કોઈ જાણે છે. મહેશ સવાણી પોતે સમાજ સેવાના કાર્ય થી પણ દેશ-દુનિયામાં જાણીતા બન્યા છે.
મહેશ સવાણી સોની ટીવી પર આવતા લોકપ્રિય કાર્યક્રમ ઈન્ડિયન આઇડલમાં જોવા મળશે. શનિવાર તા.19 મી નવેમ્બરે ઈન્ડિયન આઈડલમાં “ઈન્ડિયા કી ફરમાઇશ” કાર્યક્રમ રજુ થશે. આ વિશેષ કાર્યક્રમમાં સુરતના જાણીતા મહેશ સવાણી ખાસ ઉપસ્થિત રહેશે.
મહેશ સવાણી પોતે સુરત શહેરના હીરાઉધોગમાં જાણિતા ઉદ્યોગપતિ અને સાથે સાથે પિતા વગરની હજારો દીકરીઓના પિતા પણ છે અને આ કાર્ય થી લોકો તેમની ખુબજ સરાહના કરી છે. સુરત ઉદ્યોગપતિ અને દાનવીર મહેશ સવાણી શનિવાર તા. 19 મીએ રાત્રે 9 કલાકે સોની ટીવી ઉપર પ્રસારિત થતા ઈન્ડિયન આઇડલમાં જોવા મળશે.
Leave a Reply
View Comments