IND vs SL મેચમાં ટીમ ઈન્ડિયાને મોટો ફટકો….જાણી ને તમે ચોંકી જશો

surties

શ્રીલંકા સામે વનડે સીરીઝ શરુ થવાના એક દિવસ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. 6 દિવસ પહેલા જસપ્રીત બુમરાહને BCCI દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેને શ્રીલંકા સામેની ODI સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો છે પરંતુ હવે સિરીઝના એક દિવસ પહેલા જ અહેવાલ છે કે બુમરાહ ODI સિરીઝમાંથી બહાર છે.

surties

તમને જણાવી દઈએ કે ભારત અને શ્રીલંકા વચ્ચે સીરિઝની પ્રથમ વનડે 10 જાન્યુઆરી એટલે કે આજે રમાવા જઈ રહી છે. ભારત શ્રીલંકા સામે 3 વનડે શ્રેણી રમશે.

BCCI દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝમાં કહેવામાં આવ્યું છે કે તે બુમરાહને લઈને ઉતાવળ કરવા માંગતો નથી, એટલા માટે તેમને વધુ સમય આપવામાં આવી રહ્યો છે. આગામી મોટી ટૂર્નામેન્ટને ધ્યાનમાં રાખીને બુમરાહને આ વન-ડે શ્રેણીમાંથી બહાર રાખવાની રણનીતિ અપનાવવામાં આવી છે.

IND vs SL ODI શ્રેણી

10 જાન્યુઆરી – 1લી ODI, બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
12 જાન્યુઆરી, બીજી ODI, એડન ગોર્ડન, કોલકાતા
15 જાન્યુઆરી – ત્રીજી ODI, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ

શ્રીલંકા ODI માટે ભારતની ટીમઃ રોહિત શર્મા (c), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, KL રાહુલ (wk), ઈશાન કિશન (wk), હાર્દિક પંડ્યા (VC), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મો. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ