India : અમરનાથ યાત્રા માટેની ફરજ પુરી કરીને પરત ફરતા જવાનોની બસને અકસ્માત, છ જવાન શાહિદ

India: Six jawans martyred in bus accident of soldiers returning from Amarnath yatra
Six jawans martyred in bus accident of soldiers returning from Amarnath yatra

ITBP જવાનોને લઈને બસ ચંદનવાડીથી પહેલગામ જઈ રહી હતી. ત્યારે બસની બ્રેક ફેલ થતાં બસ ખાડામાં પડી હતી. આ બસમાં 39 જવાનો હતા. જેમાંથી 37 જવાન આઈટીબીપીના હતા જ્યારે 2 જમ્મુ-કાશ્મીર પોલીસના હતા. એવી માહિતી સામે આવી રહી છે કે આ દુર્ઘટનામાં 6 જવાન શહીદ થયા છે.

જમ્મુ-કાશ્મીરના ચંદનવાડીમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ છે. અહીં અમરનાથ યાત્રા ડ્યુટીમાં રોકાયેલા ITBP જવાનોને લઈને જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 6 જવાન શહીદ થયા હતા. જ્યારે અનેક જવાનો ઘાયલ થયા છે. તેમને એરલિફ્ટ કરીને શ્રીનગર આર્મી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. હાલ બચાવ કામગીરી ચાલુ છે.

ITBP જવાનોને લઈને બસ ચંદનવાડીથી પહેલગામ જઈ રહી હતી. ત્યારે બસની બ્રેક ફેલ થતાં બસ ખાડામાં પડી હતી. આ બસમાં 39 જવાનો હતા. જેમાંથી 37 જવાન આઈટીબીપીના હતા જ્યારે 2 જમ્મુ-કાશ્મીર પોલીસના હતા.

પહેલગામથી ચંદનવાડી 16 કિમી દૂર છે. હાલમાં જ અમરનાથ યાત્રાનું સમાપન થયું છે. આવી સ્થિતિમાં આ યાત્રામાં તૈનાત સુરક્ષા દળના જવાનો પોતપોતાના યુનિટમાં પરત ફરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સૈનિકો પણ પોતાની ફરજ બજાવીને પરત ફરી રહ્યા હતા. ત્યારે બ્રેક ફેલ થતાં બસ ખાઈમાં પડી હતી. બસ નદી કિનારે ઘણી નીચે ખાડામાં પડી છે. જણાવવામાં આવી રહ્યું છે કે 6 જવાનો શહીદ થયા છે. ઘાયલ જવાનોને શ્રીનગર આર્મી હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે.