દિલ્હીના(Delhi ) ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ફરી એકવાર ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે બે વર્ષ પહેલા સીબીઆઈ અધિકારીએ આત્મહત્યા કરી લીધી હતી. સિસોદિયાએ આરોપ લગાવ્યો કે અધિકારી પર મારી સામે ખોટી રીતે કેસ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે જેથી મારી ધરપકડ કરવામાં આવે. જેના કારણે સીબીઆઈ અધિકારીએ આત્મહત્યા કરી લીધી હતી.
મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે સીબીઆઈના ડેપ્યુટી લીગલ એડવાઈઝર જિતેન્દ્ર કુમારે બે દિવસ પહેલા આત્મહત્યા કરી હતી. તેના સંપૂર્ણ સમાચાર મીડિયામાં બતાવવામાં આવ્યા હતા. સિસોદિયાએ કહ્યું કે, જાણવા મળ્યું છે કે જિતેન્દ્ર કુમાર ભ્રષ્ટાચાર વિરોધી શાખામાં કાયદાકીય સલાહકાર હતા.
સિસોદિયાના કહેવા પ્રમાણે, તેઓ દારૂની નીતિના મામલામાં તેમની સામે નોંધાયેલી એફઆઈઆરની કાયદાકીય બાબતોને જોઈ રહ્યા હતા. મનીષ સિસોદિયાએ દાવો કર્યો છે કે ખબર પડી છે કે મારા પર ખોટી રીતે કેસ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જેથી મારી ધરપકડ કરી શકાય. પરંતુ તેઓ મંજૂરી આપતા ન હતા.
Leave a Reply
View Comments