આ વખતે સુરક્ષા એજન્સીઓએ લાલ કિલ્લા પર હુમલાને લઈને પોલીસને ચોક્કસ એલર્ટ આપી દીધું છે. આ વખતે હુમલાને લઈને મજબૂત એલર્ટ છે. આ પછી પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન દ્વારા હુમલા માટે ડ્રોન દ્વારા ભારતના વિવિધ ભાગોમાં હથિયારો પણ મોકલવામાં આવ્યા છે, જેમાં એકે-47 જેવા હથિયારો પણ સામેલ છે. આ વખતે સુરક્ષા એજન્સીઓએ લાલ કિલ્લા પર હુમલાને લઈને પોલીસને ચોક્કસ એલર્ટ આપી દીધું છે. આ વખતે હુમલાને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે મજબૂત એલર્ટ આપવામાં આવ્યું છે. તે બાદ પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.
દિલ્હી પોલીસ એલર્ટ પર છે
સુરક્ષા એજન્સીઓએ તમામ રાજ્યોની પોલીસને, ખાસ કરીને દિલ્હી પોલીસને કહ્યું છે કે, પાકિસ્તાનથી ડ્રોન મારફતે કેટલાક IED ભારતના વિવિધ ભાગોમાં પહોંચ્યા છે. આ અંગે સતર્ક રહેવા જણાવાયું છે.
ડ્રોન દ્વારા હથિયારો મોકલવાની આશંકા
ડ્રોન દ્વારા પણ હથિયારો મોકલવામાં આવ્યા છે, જેમાં એકે-47 જેવા હથિયારો પણ પાકિસ્તાન મારફતે ભારતમાં કેટલાક સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. આ અંગે એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય લોન વુલ્ફ એટેકનું એલર્ટ પણ છે. ભીડમાં લોન વુલ્ફ હુમલો કરી શકે છે. તેથી, પોલીસને ખૂબ જ સાવચેત રહેવા અને સ્ક્રીનિંગ અને ચેકિંગ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત પતંગને લઈને એલર્ટ પણ આપવામાં આવ્યું છે. 15 ઓગસ્ટે લાલ કિલ્લાની આસપાસ પતંગ ચગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
Leave a Reply
View Comments