CRICKET : ન્યુઝીલેન્ડને હરાવી ભારતીય ટીમ ને શું મળ્યું ? આ જોઈ ક્રિકેટ પ્રેમી ચોંકી જશે….

Surties

INDvsNZ શ્રેણીમાં ન્યુઝીલેન્ડ ODI જીતી શકી ન હતી અને તે ત્રીજી અને છેલ્લી ODIમાં પણ 90 રને હાર્યું હતું. આ જીત સાથે જ ટિમ ઇન્ડિયા એ એક નવો લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે. ઈન્ડિયા હવે ICC ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ત્રીજી મેચમાં રોહિત શર્મા (101) અને શુભમન ગિલ (112)ની સદીની મદદથી ભારતે અહીં મુલાકાતી ટીમને 386 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલા ભારતીય ટીમ ICC ODI રેન્કિંગમાં ચોથા નંબર પર હતી અને હવે ભારતીય ટિમ ને નંબર વનનો તાજ પહેરાવવામાં આવ્યો છે. ભારતીય ટીમે આ આંકડાઓને સંપૂર્ણપણે પલટાવ્યા છે. ન્યુઝીલેન્ડ ચોથા નંબર પર આવી ગયું છે. ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં સતત ત્રીજી જીત ભારતીય ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ.

જો વાત કરીયે ઈન્દોરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ODI મેચની તો ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 385 રન બનાવ્યા હતા. જેમાં રોહિત શર્મા અને શુભમન ગીલે સદીની ઇનિંગ્સ રમી હતી. આ સાથે જ હાર્દિક પંડ્યાએ શાનદાર અડધી સદી ફટકારી હતી. શુભમન ગિલે 78 બોલમાં 112, રોહિત શર્માએ 85 બોલમાં 101 અને હાર્દિક પંડ્યાએ 38 બોલમાં 54 રન બનાવ્યા હતા. જવાબમાં મહેમાન ટીમ 295 રન જ બનાવી શકી હતી.