ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી રમાઇ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ ભારતે 188 રને જીતી લીધું હતું, પરંતુ બીજી મેચના ત્રીજા દિવસે બાંગ્લાદેશે મેચને રોમાંચક સ્થિતિમાં લાવી દીધી છે. આ મેચમાં વિરાટ કોહલી બેટિંગ અને ફિલ્ડિંગમાં શાનદાર પરિણામ દર્શાવી શક્યો નથી, પરંતુ મેદાનમાં તેની હાજરી ક્યારેક વિરોધી ટીમ માટે ભારે પડી જાય છે. આવું જ દ્રશ્ય બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે અને ફરીથી ત્રીજા દિવસે જોવા મળ્યું હતું.
હકીકતમાં, ટેસ્ટ મેચના બીજા દિવાના છેલ્લા સેશનમાં બાંગ્લાદેશની ટીમ તેની બીજી ઇનિંગ રમવા ઉતરી હતી. આ દરમિયાન તેને માત્ર 6 વર રમવાની હતી, પરંતુ તે દરમિયાન પણ બાંગ્લાદેશના ઓપનરો સમય બગાડી રહ્યા હોઈ તેવું લઇ રહ્યું હતું.
ચોથી ઓવર પૂરી થયા બાદ શાંતોએ તેના પાર્ટનરને બેટ બદલવા માટે બોલાવ્યો અને ભારતીય ખેલાડીઓ આ બધું જોઇ રહ્યા હતા. કારણ કે બધા જાણતા હતા કે બાંગ્લાદેશના ખેલાડીઓ માત્ર સમય કાઢવા માટે આવું કરી રહ્યા છે.
— Guess Karo (@KuchNahiUkhada) December 23, 2022
નોન-સ્ટાઇક પર ઊભેલા ઝાકિર હસન ઓવરની સમાપ્તિ બુટ ની દોરી બાંધતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ઝાકીરની મજાક ઉડાવતા કોહલીએ તેનું શર્ટ ઉંચુ કર્યું અને ઈશારામાં ટી-શર્ટ ઉતારવાની સલાહ આપી.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કોલી પોતાનો શર્ટ થયો કરતો જોવા મળી રહ્યો છે.માત્ર કોહલી જ નહીં પરંતુ કેપ્ટન કેએલ રાલ પણ ગુસ્સે થયા હતા અને તેમણે અમ્પાયરને ફરિયાદ પણ કરી હતી.
Leave a Reply
View Comments