વ્યારામાં લોકાર્પણ પહેલા જ બે કરોડના ખર્ચે બનેલા પુલના થયા બે ટુકડા

In Vyara, two pieces of the bridge built at a cost of two crores fell into pieces even before the inauguration
In Vyara, two pieces of the bridge built at a cost of two crores fell into pieces even before the inauguration

તાપી જિલ્લાના વ્યારા અને વાલોડને જોડતો અંતરિયાળ ગામનો પુલ લોકાર્પણ પહેલા જ ધરાશાયી થઇ ગયો છે. જેના કારણે તંત્ર અને કોન્ટ્રાકટરના ભ્રષ્ટાચાર પર લોકો ફરી એકવાર સવાલો ઉઠાવી રહ્યા છે.  તાપી જિલ્લાના વ્યારાના માયપુર ગામ અને વાલોડને દેગામાં ગામ વચ્ચેથી પસાર થતી મીંઢોળા નદી પર 2021 ના વર્ષમાં પુલનું બાંધકામ શરૂ કરાયું હતું..બે કરોડના ખચે બનેલા આ પુલ નું લોકાર્પણ થાય તે પહેલા જ પુલ ધરાશાયી થવાના કારણે આ પુલ સાથે સંલગ્ન 15 જેટલા ગામોના લોકોમાં આક્રોશ ફેલાયો છે.

પંદર જેટલા ગામોને જોડતા આ પુલનું કામ સુરતની અક્ષય એજન્સીને સોંપવામાં આવ્યું હતું..પુલના લોકાર્પણ પહેલા પુલ ધરાશાયી થતા અનેક સવાલો ઉભા થયા છે, આ અંગે સબંધિત માર્ગ મકાન વિભાગના અધિકારીને સંપર્ક કરતા તેમને જણાવ્યું હતુ કે આ અંગે તલસ્પર્શી તપાસ કરી એન્જશી સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે..

પુલના તકલાધી બાંધકામ ને લઈને પુલ લોકાર્પણ પહેલા ધરાશાયી થયો છે, જેથી મોટી જાનહાની ટાળી છે, પરંતુ આ પુલના બાંધકામ ચોક્ક્સ પણે મોટો ભ્રષ્ટાચાર થયો છે, જે અંગે તલસ્પર્શ તપાસ થાય તે અંગે સ્થાનિકો માગણી કરી રહ્યાં છે.