અરબી સમુદ્રમાં ચક્રવાત બિપોરજોયે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો હતો, ધૂળની ડમરીઓ અને દરિયામાં ઊંચા મોજા જોવા મળ્યા હતા. ચક્રવાતી તોફાનના કારણે ઘણી ફ્લાઈટ્સ પણ પ્રભાવિત થઈ છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રને પહેલેથી જ એલર્ટ પર મૂકી દીધું છે. ચક્રવાત હવે દેવભૂમિ દ્વારકાથી 380 કિમી દૂર છે અને 15 જૂન સુધીમાં ગુજરાતના જખૌ બંદરને પાર કરે તેવી શક્યતા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
ચક્રવાતને લઈને ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. આ દરમિયાન મુંબઈમાં તોફાન આવ્યું અને અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા. પૂર્વ મધ્ય અરબ સાગરમાં હવામાન દેખરેખ કરતી સંસ્થાએ જણાવ્યું કે ગંભીર ચક્રવાત અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. હાલમાં ચક્રવાત બિપોરજોય 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
Leave a Reply
View Comments