જો વર્લ્ડકપ સેમિફાઇનલ મેચમાં વરસાદ આવશે તો ફાઇનલ કોણ રમશે?

Surties - Surat News

ICC T-20 વર્લ્ડકપ હવે તેના આખરી પડાવ તરફ આગળ વધી રહ્યો છે. આપડે સૌ જાણીયે છીએ કે ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડે સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. મહત્વ ની વાત તો એ છે કે આ વર્લ્ડકપ માં વરસાદે પણ બાજી બગાડી છે. હવે સવાલ એ ઊભો થાય છે કે જો સેમિફાઇનલમાં વરસાદ પડશે તો વિજેતાનો નિર્ણય કેવી રીતે કરવામાં આવશે?

Surties - Surat News

હવે ક્રિકેટ ના ચાહકો ને ચિંતા છે કે જો સેમિફાઈનલમાં વરસાદ પડશે તો શું ? નોંધનીય છે કે ICC એ દરેક નોકઆઉંટ મેચ માટે રિઝર્વ દિવસ રાખ્યો છે. જો 9 તારીખે મેચ ના રમી શકાય તો 10 તારીખે રમાશે અને 10 તારીખની મેચ 11 તારીખે. જો રિઝર્વ દિવસે પણ કોઈક કારણો સર મેચ નથી રમાતી તો ગ્રુપ A અને ગ્રુપ B માં ટોચમાં રહેનારી ટીમો આગળ વધશે. આપને શું લાગે છે આ વર્લ્ડ કપ ની સેમી ફાઇનલ માં વરસાદ વિલન બનશે ?