વિડીયો જોઈને તમે કહો… : શું આ વ્યક્તિ ને ‘Husband Of The Year’ નો ખિતાબ મળવો જોઈએ ?

surties

સોશિયલ મીડિયા પર કંઈપણ વાયરલ થઈ શકે છે અને તેના પર ઘણા બધા મીમ્સ પણ બનાવવામાં આવે છે. હવે એક કપલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે આ વ્યક્તિને ‘હઝબન્ડ ઑફ ધ યર’નું બિરુદ આપવામાં આવે.

મહિલાઓ માટે મેકઅપ મહત્વનું સ્થાન ધરાવે છે. જ્યારે, પ્રેમ એક એવું જોડાણ છે જેને આપણે સમજાવી શકતા નથી. લાઇવ મેચો દરમિયાન સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં બનતી અણધારી ઘટનાઓના વિડીયો આ દિવસોમાં સામાન્ય છે અને તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વાયરલ થઈ જતા છે. ક્યારેક છોકરાઓ પોતાના પ્રેમીઓને પ્રપોઝ કરતા જોવા મળે છે.

આ વાયરલ વિડીયો ક્લિપમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે એક પતિ તેની પત્નીને મદદ કરી રહ્યો છે,આ મહિલા ફોનમાં જોઈને પોતાનો મેક-અપ કરી રહી છે અને તે વ્યક્તિ ફોન પકડી રહ્યો છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબજ વાયરલ થઇ રહ્યો છે અને લોકો ભરપૂર પ્રમાણમાં શેર પણ કરી રહ્યા છે.