અત્યારે જ જાણો સુરતમાં સોનાનું આઈસ્ક્રીમ ક્યાં મળે છે, કિંમત જાણીને આંખો પહોળી થઇ જશે

surties

સુરતનું જમણ અને કાશીનું મરણ આ કેહવત છે. કારણ કે સુરતનું જમણ દેશ વિદેશમાં વખણાય છે. ત્યારે ખાણીપીણીના શોખીન સુરતીઓ હાલમાં 24 કેરેટ ગોલ્ડ પલેટેડ આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે. સુરતને સોનાની મુરત એમનામ થોડી કહેવાય છે અહીંયા તો રિયલ સોનાના આઈસ્ક્રીમ મળે છે અને આ સોનાનો આઈસ્ક્રીમ એક ડોક્ટટરે બનાવ્યો છે.આ આઈસ્ક્રીમ ની કિંમત જાણી ને ખરેખર તમારા હોશ ઉડી જશે.

વિડીયો પર ક્લિક કરી જાણો
સુરતમાં ક્યાં મળશે સોનાનું આઈસ્ક્રીમ

હાલમાં ઉનાળાની સીઝન ચાલી રહી છે તેમજ કાળઝાળ ગરમી પણ પડી રહી છે. સુરતમાં લોકો બરફ ગોળા તેમજ આઈસડીશની મજા માણી રહ્યા છે. ત્યારે આઇસ્ક્રીમ પ્રેમીઓ માટે સુરતમાં એક ખાસ આઈસ્ક્રીમ આજે હોટ ફેવરેટ બની ગઈ છે. આઈસ્ક્રીમ સામાન્ય આઈસ્ક્રીમ કે ફ્લેવરમાં નથી, પરંતુ આઈસ્ક્રીમ જોઈને તમારી આંખ ખુલીની ખુલી રહી જશે.

આ કોઈ સામાન્ય આઈસ્ક્રીમ નથી. આ આઈસ્ક્રીમની કિંમત સાંભળીને જ આખો પહોળી થઇ જાય તેવો આ આઈસ્ક્રીમ સમાન્ય નથી પરંતુ 24 કેરેટ ગોલ્ડ પલેટેડ છે. સુરતના એક આઈસ્ક્રીમ પાર્લર દ્વારા આ અનોખો આઈસ્ક્રીમ તૈયાર કરાયો છે.

કારણ કે આઈસ્ક્રીમ 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે આ ખાસ પ્રકારની આઇસ્ક્રીમ ની ઉપર 24 કેરેટ ગોલ્ડનો અર્ક લગાડવામાં આવે છે. તેમજ આ આઈસ્ક્રીમની અંદર જે કોન અપાઈ છે તે પણ ગોલ્ડ બોલથી સજાવાય છે.

આઈસ્ક્રીમ વિક્રેતા ડો.પિનાક જાદવએ જાણાવ્યું હતું કે આઈસ્ક્રીમની અંદર લોકોને ગોલ્ડ કોનની અંદર બ્રાઉની, ઘણા બધા ડ્રાયફ્રુટ્સ, ચોકલેટ શિરપ વેગેરે સાથે ફ્લેવર પણ છે. તેનો ટેસ્ટ પણ ખુબ જ યુનિક છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ આઈસ્ક્રીમ ખાવા માટે તો લોકો આવે જ છે પરંતુ આઈસ્ક્રીમને બનતો જોવાની પણ એક અલગ મજા છે. લોકો ખાસ આઈસ્ક્રીમ બનતા જોવા માટે પણ આવી રહ્યા છે. આ આઈસ્ક્રીમને ખાવા માટે લોકો દુર દુરથી આવે છે.

સુરતના વોટ્સઅપ ગ્રુપ માં જોડાવવા માટે અહી ક્લિક કરો